અંત્‍યોદય અન્‍ન યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો

  • જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્‍ય કારીગરો જેવા કે કુંભાર, ચામડુ પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સામાન ઉંચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્‍ય ગ્રામ્‍ય અને શહેર વિસ્‍તારમાં રહેતા લોકો.
  • વિધવા સંચાલિત કુટુંબો અથવા બિમાર વ્‍યક્તિઓ/અશકત વ્‍યક્તિઓ/ ૬૦ વર્ષની ઉંમરની વ્‍યક્તિઓ અથવા તેથી વધારે ઉંમરની વ્‍યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા સામાજિક આધાર ન હોય.
  • વિધવાઓ અથવા બિમાર વ્‍યક્તિઓ અથવા અશકત વ્‍યક્તિઓ અથવા ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્‍યક્તિઓ અથવા એંકલ સ્‍ત્રીઓ અથવા એકલ પુરૂષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઇ સાધન ન હોય.
  • તમામ આદીમ આદિવાસી કુટુંબો
  • બી.પી.એલ. કાર્ડધારક એચઆઇવી ગ્રસ્‍ત વ્‍યક્તિ
  • બી.પી.એલ. કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્‍ત
  • સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશકત વ્‍યક્તિઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તે તમામ વ્‍યક્તિઓ.

મુખ્ય લિંક પર જાઓ