બી.પી.એલ. યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો

  • ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રુપિયા ૩૨૪/- થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે રુપિયા ૫૦૧/- થી ઓછી હોવી જોઈએ (પાંચ સભ્યોનું કુટુંબ ગણતરીમાં લઈ શકાય)
  • અરજદાર ખેત મજુર હોવો જોઈએ.
  • અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • બી. પી. એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઈન્દીરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બી.પી.એલ. યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ.
  • અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજુરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ.

મુખ્ય લિંક પર જાઓ