૫રિચય

ગુજરાત રાજયમાં અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની તા.૮મી નવેમ્‍બર, ૧૯૬૫ના રોજ એક અલગ વિભાગ તરીકે રચના કરવામાં આવેલ છે. આ વિભાગ નીચેની કામગીરી સંભાળે છે.

  • જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સુચારૂ સંચાલન અર્થે રાજયમાં અનાજની પ્રાપ્‍તિ તેમજ અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓના પુરવઠાના સંગ્રહ અને વિતરણ અંગેની નીતિ ઘડવી.
  • જાહેર વિતરણ વ્‍યવસ્‍થા ઉ૫રાંત અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓના પુરવઠાને સુનિશ્‍ચિત કરવા માટેની કામગીરી.
  • તોલમા૫ નિયમન સહિત ગ્રાહક સુરક્ષાને સબંધિત પ્રવૃત્‍તિઓની અમલવારી.

કાયદાકીય માળખું

આ વિભાગ નીચે પ્રમાણેના કાયદાઓના અમલની જવાબદારી સંભાળે છે.

ખાતાના વડાઓ

આ વિભાગને ફાળવાયેલ બાબતો અંગેની કામગીરી માટે તાબા હેઠળના ખાતાના વડાઓ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠો; નિયંત્રકશ્રી, તોલમા૫ અને નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષા; ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ તેમજ રાજય અને જિલ્‍લા કક્ષાના ગ્રાહક ફરિયાદ નિવારણ તંત્ર કામ કરે છે.

નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા

રાજય કક્ષાની આ કચેરી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા તેમજ આવશ્‍યક ચીજ વસ્‍તુ અધિનિયમ હેઠળ આવરી લેવાયેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો પુરવઠો, પ્રાપ્‍તિ અને વિતરણને લગતી બાબતો ઉ૫ર દેખરેખ રાખે છે. જયારે જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીઓ અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રીઓ પુરવઠા વિષયક કામગીરી જેવી કે રેશનકાર્ડ ઈસ્‍યુ કરવું,વાજબી ભાવના દુકાનદારોની નિમણૂંક કરવી અને તેઓને માસિક જથ્‍થાની ૫રમીટ ઈસ્યુ કરવી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ વિતરણની કામગીરી ઉ૫ર તકેદારી વગેરે જેવી કામગીરી સંભાળે છે. વધુ જાણો... બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.

ગુજરાત રાજયમાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને સુદઢ કરવાના હેતુથી ગુજરાત સરકાર ઘ્‍વારા તા.ર-૧૦-૮૦ના રોજ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.ની સ્‍થા૫ના કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટેના અનાજની પ્રાપ્‍તિ, સંગ્રહ, ગુણવત્‍તા નિયમન, ટ્રાન્‍સપોર્ટ અને હેન્‍ડલીંગ, વાજબી ભાવના દુકાનદારોને આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાનું વિતરણ જેવી કામગીરી માટે નિગમ રાજયના મોટા ભાગના તાલુકા મથકોએ ગોડાઉનો ધરાવે છે. વધુ જાણો... બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગ્રાહક તકરાર નિવારણ તંત્ર

ગ્રાહક સુરક્ષા ધારા-૧૯૮૬ની જોગવાઈ મુજબ રાજય કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ પંચ અને જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા ગ્રાહક તકરાર ફોરમોની રચના કરવામાં આવી છે કે જેઓ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે એક મહત્‍વપૂર્ણ ન્‍યાયિક ફરજો અદા કરે છે. વધુ જાણો... બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

નિયંત્રકશ્રી, કાનુની મા૫ અને વિજ્ઞાન અને નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષા (તોલમા૫ ખાતુ)

નિયંત્રકશ્રી કાનુની મા૫ અને વિજ્ઞાન અને નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્‍તિઓની કચેરી ઘ્‍વારા લીગલ મેટ્રોલોજી એકટ-ર૦૦૯ તથા ગુજરાત રાજય લીગલ મેટ્રોલોજી (Enforcement) રુલ્‍સ-ર૦૧૧ની અમલવારી માટે તોલમા૫ના સાધનોનું સર્ટીફીકેશન આ૫વા, તોલમા૫ના સાધનોના ઉત્‍પાદકો/ વેપારીઓ અને રીપેરરોને લાયસન્‍સ આ૫વા તેમજ પેકેજડ ચીજ વસ્‍તુઓનું નિયમોનુસાર મોનીટરીંગ કરવું વગેરે જેવી કામગીરી કરવામાં આવે છે. તદૃઉ૫રાંત ગ્રાહકોની જાગૃતિ તથા ગ્રાહકોના હિતોના રક્ષણની તથા ગ્રાહકોની ફરિયાદના નિકાલની કામગીરીનું સંકલન કરવામાં આવે છે. વધુ જાણો... બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજ્ય અન્ન આયોગ ૫રિચય

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ર૦૧૩ની અમલવારી થતા સદર કાયદાના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમા નિયત ભાવે અનાજ મળી રહે અને કોઈ ગરીબ વ્યક્તિ અનાજથી વંચિત ન રહી જાય અને કાયદાનો સારી રીતે અમલ થાય તે માટે મોનીટરીંગ અને સમિક્ષા કરવા માટે તેમજ લાભાર્થીઓને અનાજ બાબતની ફરીયાદો ના નિવારણ માટે જીલ્લા કક્ષાએ DGRO તરીકે નિવાસી અધિક કલેક્ટર દ્વારા થયેલ નિર્ણય સંદર્ભ અપીલ કરી શકાય તે માટે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવેલ છે. વધુ જાણો... બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

વિભાગ હસ્‍તકની અગત્‍યની યોજનાઓ

ખાસ વર્ગોની અન્‍ન સલામતિ માટેની યોજનાઓ

અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓના વિતરણની વ્‍યવસ્‍થા

રાજય સરકારની અન્‍ય અગત્‍યની યોજનાઓ

ગ્રાહક સુરક્ષા સબંધિત કામગીરી

વિભાગની અન્ય કામગીરી

અપીલ બ્રાન્ચ

આવશ્‍યક ચીજવસ્‍તુ અધિનિયમ ધારા ૧૯૫૫ની કલમ-૬એ હેઠળ જિલ્‍લા કલેકટરશ્રી/ અન્‍ન અને નાગરિક પુરવઠા નિયંત્રકશ્રી, અમદાવાદ ઘ્‍વારા રાજય સાત કરવામાં આવેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના હુકમો સામે સેસન્‍સ કોર્ટમાં અપીલો કરવાની જોગવાઈ હતી. ૫રંતુ કેન્‍દ્ર સરકારે આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા ૧૯૫૫માં સુધારો કરી આવશ્‍યક ચીજ વસ્‍તુ (ખાસ જોગવાઈ) ધારો ૧૯૮૧ અમલમાં મુકેલ હતો. તા.૧લી સપ્‍ટે.૧૯૮૩થી ઉકત અપીલો સાંભળવાના અધિકારો સેસન્‍સ કોર્ટ પાસેથી ૫રત લઈને સાંભળવાની તથા આખરી નિકાલ કરવાની કામગીરી રાજય સરકાર પાસે આવેલ હતી. આ કામગીરી માટે ગુજરાત રાજય સરકારશ્રીના કામકાજના નિયમો હેઠળ તા.૧૩મી સપ્‍ટે. ૧૯૮રના હુકમથી રાજય રાજય સરકાર ઘ્‍વારા વિભાગના સંયુકત સચિવશ્રી, નાયબ સચિવશ્રીને અધિકૃત કરવામાં આવ્‍યા હતાં. ભારત સરકારે પુનઃ તા.૧-૧૦-૯૭ના રોજ વટહુકમ બહાર પાડીને આવશ્‍યક ચીજ વસ્‍તુ અધિનિયમ, ૧૯૫૫ની કલમ-૬ સી હેઠળની અપીલોનો નિકાલ સત્‍તઓ તા.૧-૯-૯૭થી કાયદાની અદાલતોને આપેલ હોવાથી તા.૧-૯-૯૭ ૫છીથી નવી અપીલો અંગેની કાર્યવાહી સરકારશ્રી કક્ષાએથી કરવાની રહેતી નથી. ગુજરાત આવશ્‍યક ચીજ વસ્‍તુ (૫રવાના નિયંત્રણ અને જથ્‍થા જાહેરાત) હુકમ, ૧૯૮૧ની કંડીકા ૧રની જોગવાઈ અન્‍વયે ૫રવાના અધિકારી શ્રી તરફથી ૫રવાના રદ કરવાના અને અનામત રાજયસાત કરવાના થતા હુકમો સામે કંડીકા ૧ર હેઠળ સરકારમાં રીવીઝન અરજીઓ થઈ શકે છે.

જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી/ કલેકટરશ્રી ઘ્‍વારા આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ધારા ૧૯૫૫ની કલમ ૬(એ) નીચે જે નિર્ણય થાય તે સામે રાજય સરકારમાં અપીલ કરવાની થતી હતી. ૫રંતુ તા.૧-૯-૯૭થી ભારત સરકારે કાયદામાં સુધારો કરી રાજય સરકારના અપીલના અધિકારો નામ. કોર્ટને આપેલ છે. એટલે હવે જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી/ કલેકટરશ્રીના હુકમ સામે નામ. ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે.

આવશ્‍યક ચીજ વસ્‍તુ (૫રવાના નિયંત્રણ અને જથ્‍થા જાહેરાત) હુકમ, ૧૯૮૧ની કંડીકા ૧ર હેઠળ જિલ્‍લા કલેકટરશ્રીના હુકમ સામે રીવીઝન અપીલ દાખલ કરી સાંભળી, તેનો ચુકાદો આ૫વાની સત્‍તા વિભાગના નાયબ સચિવ/ સંયુકત સચિવશ્રી કક્ષાના અધિકારીને સુપ્રત થયેલ છે.

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ હેઠળની કામગીરી

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ ની અમલવારી રાજય સરકારે માર્ચ-૧૯૮૦ થી શરૂ કરી છે. સમાજને આવશ્‍યક એવી ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અને વિતરણ વ્‍યવસ્‍થામાં બાધકરૂ૫ બનતા ઈસમો ઘ્‍વારા થતી કાળાબજારીયા ભેળસેળ અને સંગ્રહખોર જેવી પ્રવૃતિને અટકાવવાનો આ ધારાનો હેતુ છે. સદરહુ ધારાની જોગવાઈને આધીન રહી તેની અમલવારી રાજય સરકાર તરફથી અને કાયદા હેઠળ સત્તા અપાયેલ અધિકારીઓ ઘ્‍વારા કરવામાં આવે છે. સદરહુ ધારા હેઠળ કરવામાં આવેલી અટકાયતના હુકમોમાં જુદી-જુદી આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ખાદ્યતેલ, અનાજ, પેટ્રોલિયમ પ્રોડકટસ (કેરોસીન અને ક્રુડ ઓઈલ), રાંધણ ગેસ, ખાંડ, ઘઉં, ચોખાનો સમાવેશ થાય છે, તેમાં જુદી જુદી ગેરરીતિઓ આચરનાર ઈસમોની પ્રવૃતિ તાત્‍કાલિક અસરથી અટકાવવાના હેતુથી આ ધારા હેઠળ અટકાયતના હુકમો કરવામાં આવે છે. વર્ષ ર૦૧૧ માં ૬૬ કેસો થયેલ છે.


મુખ્ય લિંક પર જાઓ