રાજય ગ્રાહક તકરાર નિવારણ રાજય કમિશન અને ગ્રાહક તકરાર નિવારણ જિલ્‍લા ફોરમો

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ અન્‍વયે રાજય સરકારે અમદાવાદ મુકામે રાજય ગ્રાહક તકરાર નિવારણ કમીશન ૧૯૮૯ થી શરૂ કરેલ છે. સાથોસાથ તથા જિલ્‍લાઓમાં જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમોની રચના કરેલ છે. રાજય કક્ષાએ કમીશનના પ્રમુખ તરીકે નામ. હાઈકોર્ટના કાર્યરત અથવા નિવૃત ન્‍યાયમૂર્તિ અને કાયદાથી નકકી થયા મુજબના બે સભ્‍યશ્રીઓ નિર્ણય આપે છે. વર્ષ ર૦૦૬/૦૭ થી રાજય કમીશન ખાતે ત્રણ નવી સર્કીટ બેચની રચના કરવામાં આવેલ છે. જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા ફોરમના પ્રમુખ તરીકે જિલ્‍લા ન્‍યાયાધિશ કક્ષાના કાર્યરત અથવા નિવૃત અધિકારીશ્રી તથા કાયદાથી નકકી થયા મુજબના બે સભ્‍યશ્રીઓ નિર્ણય આપે છે. હાલ ર૬ જિલ્‍લા ફોરમ કાર્યરત છે. અને પાંચ જીલ્‍લાઓ પોરબંદર-જુનાગઢ, દાહોદ-ગોધરા,ડાંગ-વલસાડ, નર્મદા-ભરૂચ, અને તાપી, સુરત સાથે જીલ્‍લા ફોરમો કલબીંગ માં કાર્યરત છે.આ કાયદાની સરળતા માટે અને ગ્રાહકોના કેસોનો ઝડપી રીતે ન્‍યાયિક નિકાલ આવે તે રીતે કમીશન તથા જિલ્‍લા ફોરમો કામ કરી રહેલ છે. રૂ.ર૦ લાખ સુધીની રકમના વળતર/ફરીયાદના કેસો જિલ્‍લા ફોરમમાં દાખલ કરવામાં આવે છે જયારે રૂ. ર૦ લાખથી ઉ૫રના અને એક કરોડ સુધીના વળતરના દાવાનો નિકાલ રાજય ગ્રાહક તકરાર નિવારણ કમીશન કરે છે.

રાજય કમીશનની કમગીરી:

વર્ષ વર્ષની શરૂઆતમાં પડતર કેસો વર્ષ દરમ્યાન નવા દાખલ કેસો કુલ કેસો વર્ષ દરમ્યાન કેસોના નિકાલ વર્ષના અંતે પડતર કેસો
૨૦૦૬
૨૦૦૭ ૩૭૮૮ ૨૫૬૫ ૬૩૫૩ ૧૬૧૮ ૪૭૩૫
૨૦૦૮ ૫૪૨૪ ૨૨૪૮ ૭૩૭૨ ૩૧૦૮ ૪૫૬૪
૨૦૦૯ ૪૭૩૫ ૨૪૨૮ ૭૧૬૩ ૧૭૩૯ ૫૪૨૪
૨૦૧૦ ૪૫૬૪ ૩૧૪૪ ૭૭૦૮ ૩૦૮૪ ૪૬૨૪
૨૦૧૧ ૪૬૨૪ ૨૪૨૨ ૭૦૪૬ ૨૬૬૧ ૪૭૮૫

મુખ્ય લિંક પર જાઓ