અનાજ પ્રાપ્‍તિ

રાજય સરકારે જાહેર કરેલ લઘુત્‍તમ ટેકાના ભાવે તેમજ ભારત સરકારે નકકી કરેલ ધોરણો મુજબ રાજયના ખેડૂતોને રક્ષણ આ૫વા માટે રાજય સરકાર ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત અનાજની પ્રાપ્‍તિ અંગેની નીતિ ઘડે છે. અનાજની પ્રાપ્‍તિ બે સીઝનમાં થાય છે. (૧) રવિ માર્કેટીંગ સીઝન જેમાં ઘંઉની પ્રાપ્‍તિ કરવામાં આવે છે. અને (ર) ખરીફ માર્કેટીંગ સીઝન જેમાં ડાંગર, મકાઈ અને બાજરીની પ્રાપ્‍તિ કરવામાં આવે છે.

ઘંઉની પ્રાપ્‍તિ

ભારત સરકારે ગુજરાત રાજયને DCP સ્‍ટેટ જાહેર કરેલ છે. વર્ષ ર૦૧ર-૧૩ની રવિ સીઝન માટે રાજય સરકારે ૧.૫૦ લાખ મે.ટન ઘંઉની પ્રાપ્‍તિ કરવાનો અંદાજ મુકયો હતો. ભારત સરકારે લઘુત્‍તમ ટેકાનો ભાવ રૂ.૧૨૮૫/- પ્રતિ કવીંટલ જાહેર કરેલ છે. જેના આધારે રાજયમાં તા.૧૫-૩-ર૦૧ર થી ૩૦-૬-૨૦૧૨ સુધી પ્રાપ્‍તિની કામગીરી કરેલ છે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. એ ૧,૧૭,૫૭૪ મે. ટન અને એફ.સી.આઇ.એ ૩૯,૫૩૩ મે. ટન એમ કુલ ૧,૫૭,૧૦૭ મે. ટન ધંઉની પ્રાપ્તિ કરેલ છે.

ડાંગરની પ્રાપ્‍તિ

વર્ષ ર૦૧૧-૧રની ખરીફ માર્કેટીંગ સીઝનમાં લગભગ ૫૪૮૫ મે.ટન ડાંગરની પ્રાપ્‍તિ નિગમ મારફતે કરેલ છે.

મકાઈ-બાજરીની પ્રાપ્‍તિ

વર્ષ ર૦૧૧-૧રની ખરીફ માર્કેટીંગ સીઝનમાં બજારમાં મકાઈ અને બાજરીના ભાવ ઉંચા રહેવાથી લઘુતમ ટેકાના ભાવે પ્રાપ્‍ત થઈ શકી નથી.


મુખ્ય લિંક પર જાઓ