ખાસ વર્ગોની અન્‍ન સલામતિ માટેની યોજનાઓ

ફુડ હેલ્‍પ લાઈન

સંજોગોવસાત ભોજનથી વંચિત રહેલ જણાય તેવી વ્‍યકિતઓ માટે મફત કે રાહત દરે ભોજન વ્‍યવસ્‍થા પુરી પાડનારી સદાવ્રત સંસ્‍થાઓની વિગતો આ૫વા માટે ફુડ હેલ્પ લાઈન ની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ હેલ્પ લાઈનનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-ર૩૩-૫૫૦૦ છે.

અન્‍નમ બ્રહમ યોજના

ભુખમરા અને કુપોષણથી થતાં મૃત્‍યને રોકવા ઘરવિહોણા વ્‍યકિત/ કુટુંબ/ તથા અન્‍ય બાળકોને અન્‍ન સલામતિ આ૫વા માટે રાજય સરકારે અન્‍નમબ્રહમ યોજના અમલમાં મુકી છે. જેમાં રેશનકાર્ડ ન ધરાવતી વ્‍યકિત/કુટુંબ તેમજ હોસ્પિટલના બીછાને ૫ડેલ દર્દી તેમજ જરુરીઆતમંદ કામદારનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ યોજના હેઠળ ૬ માસ માટે પ્રતિ માસ ૧૦થી ૧૫ કી.ગ્રા. અનાજ મફત આ૫વામાં આવે છે. ૬ માસ બાદ સમીક્ષા હાથ ધરી બીજા ૬ માસ માટે લાભ આ૫વાની જોગવાઈ ૫ણ કરવામાં આવેલ છે.


મુખ્ય લિંક પર જાઓ