મોડેલ ફેર પ્રાઈસ શો૫

રાજયની અંદર આવેલ વાજબી ભાવની દુકાનો નાણાંકીય રીતે વધુ સક્ષમ બને તે માટે રાજય સરકારે મોડેલ ફેર પ્રાઈસ શો૫ યોજના તા.૩-૩-૨૦૦૬ ના પરિપત્રથી ઘડી કાઢેલ હતી. આ યોજના અંતર્ગત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળની આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ઉ૫રાંતની જીવન જરુરીયાતની તમામ વસ્‍તુઓનું વેચાણ કરવા વાજબી ભાવના દુકાનદારોને અધિકૃત કરેલ છે. તેમજ જો તેઓ આવી કામગીરી માટે વર્કીંગ કેપીટલની જરુરીઆત સંતોષવા માટે રાષ્‍ટ્રીયકૃત બેંકમાંથી રૂ.૧લાખ સુધીનું ધિરાણ મેળવે તો, રાજય સરકારના તા. ૨૪-૯-૨૦૦૮ ના ઠરાવ મુજબ તેઓને ૧૫ટકા ના ધોરણે, વધુમાં વધુ રૂ.૧૫૦૦૦/- ની મર્યાદામાં સબસીડી સ્‍વરૂપે માર્જીનમનીની રકમ, રાજય સરકાર ધિરાણ આ૫નાર બેંકના લોન ખાતામાં જમા કરાવે છે. વર્ષ ર૦૧૧ અંતિત રાજયની ૧૭૨૫૧ વાજબી દુકાનો પૈકી ૧૩૪૫૨ દુકાનોને મોડેલ ફેર પ્રાઈસ શો૫ તરીકે જાહેર કરવામાં આવેલ છે.


મુખ્ય લિંક પર જાઓ