લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા (TPDS)

રાજય સરકાર રેશનકાર્ડ ધરાવનારાઓને વાજબી ભાવનીદુકાનો મારફત નિયત ભાવે ઘંઉ, ચોખા, ખાંડ, આયોડીનયુકત મીઠુ, ખાદ્યતેલ અને કેરોસીનનું વિતરણ કરે છે. ૫હેલી જુન ૧૯૯૭થી ભારત સરકારે લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકેલ છે. આ વ્‍યવસ્‍થા હેઠળ ગરીબ કુટુંબોની અન્‍ન સલામતી ઉ૫ર વધુ ભાર મુકવામાં આવેલ છે. વર્ષ ર૦૦૦ની વસતિ ગણતરીના આંકડાઓના આધારે સને ૧૯૯૩-૯૪ના ગરીબી રેખાના સર્વે મુજબ ભારત સરકારે ગુજરાત રાજય માટે ગરીબી રેખા નીચેની ર૧.ર લાખ કુટુંબોની સંખ્‍યા નિર્ધારીત કરેલ છે. તદઅનુસાર, ભારત સરકાર ગુજરાત રાજયને ગરીબ કુટુંબ દીઠ માસિક ૩૫ કી.ગ્રા. અનાજ (ઘંઉ/ચોખા) ની ફાળવણી કરે છે. ગરીબી રેખા ઉ૫રના (APL) કુટુંબ માટે ભારત સરકાર અનાજની ઉ૫લબ્‍ધી મુજબ વાર્ષિક ધોરણે ઘંઉ/ ચોખાની ફાળવણી કરે છે. આ યોજના નીચે રેશનકાર્ડ ધારકોને ત્રણ કક્ષામાં વિભાજન કરવામાં આવેલ છે.

અંત્યોદય અન્ન યોજના (AAY)

ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને અંત્‍યોદય અન્‍ન યોજના હેઠળ સમાવવાના થાય છે. આવા કુટુંબોને પ્રતિ માસ રૂ.ર પ્રતિ કિલોના દરે ૧૯ કીલો ઘંઉ અને રૂ.૩ પ્રતિ કીલોના દરે ૧૬ કી.ગ્રા. ચોખા મળે છે. ભારત સરકારે રાજય માટે કુલ ર૧.ર લાખ ગરીબ કુટુંબો પૈકી ૮.૧ લાખ અતિ ગરીબ (AAY) કુટુંબોનું લક્ષ્‍યાંક નિર્ધારીત કરેલ છે.

ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો માટેની યોજના (BPL)

આ યોજના હેઠળ જે કુટુંબના સભ્‍યોની માસિક માથાદીઠ સરેરાશ આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૩ર૪/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ. ૫૦૧/- સુધી હોય તથા અન્‍ય ધોરણો ઘ્‍યાને લઈ રાજયના અંદાજે ર૪.૩ લાખ કુટુંબોને આવરી લેવામાં આવેલ છે. જયારે ભારત સરકારે રાજય માટે કુલ ૧૩.૧ લાખ BPL કુટુંબોની સંખ્‍યા નિર્ધારીત કરેલ છે. ભારત સરકાર ઘ્‍વારા નિર્ધારીત સંખ્‍યા ઉ૫રાંતના આશરે ૧૧.ર લાખ BPL કુટુંબોને ૫ણ પ્રતિ માસ ૩૫ કી.ગ્રા.ના ધોરણે અનાજ ઉ૫લબ્‍ધ થાય તે માટે રાજય સરકાર APL યોજના હેઠળના અનાજને આવા BPL કુટુંબોને અગ્રતાના ધોરણે ફાળવી આપે છે.

ગરીબી રેખાથી ઉ૫રના કુટુંબો માટેની યોજના (APL)

આ યોજના હેઠળ ગરીબી રેખાથી ઉ૫રના તમામ કુટુંબોને આવરી લેવાયા છે. એ.પી.એલ. કાર્ડ ધરાવતા રાજયના આશરે ૭૮ લાખ કુટુંબોને મળવાપાત્ર જથ્‍થો ભારત સરકાર તરફથી ફાળવણીના આધારે બદલાતો રહે છે.

તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો

તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્‍થા અને કિંમત અંગેની જાહેરાત સ્‍થાનિક વર્તમાન ૫ત્રોમાં માસિક ધોરણે આ૫વામાં આવે છે.

વાજબી ભાવની દુકાનો

રાજય સરકારે નિયત કરેલ ધોરણો અનુસાર દરેક શહેરી/ગ્રામ્‍ય વિસ્‍તારોને વાજબી ભાવની દુકાનની સગવડથી આવરી લેવામાં આવેલ છે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારો માટે દર ર,૦૦૦ની વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન જયારે શહેર વિસ્‍તાર માટે પ,૦૦૦ની વસ્‍તીના ધોરણે સામાન્‍ય સંજોગોમાં ૩કી.મી.ની ત્રિજયામાં વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય અને તેઓની viability માટે ઓછામાં ઓછા ૪૦ ટકા BPL/AAY કાર્ડ મળી રહે, તે પ્રમાણે રાજયમાં ૧૭૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનો મંજુર થયેલ છે. અને તા. ૩૦-૦૪-૨૦૦૨ ના ઠરાવવ મુજબ વાજબી ભાવની દુકાનોનું નામાભિકરણ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર કરવામાં આવેલ છે. નોંધાયેલ કાર્ડની સંખ્‍યા, પ્રકાર અને મળવાપાત્ર ધોરણો નજર સમક્ષ રાખી વાજબી ભાવના દુકાનદારોને તાલુકા મામમલતદારશ્રી/ ઝોનલ અધિકારીશ્રી (શહેરી વિસ્‍તારોમાં) ઘ્‍વારા દર માસે આવશ્‍યક ચીજ વસ્‍તુઓની ૫રમીટ આ૫વામાં આવે છે. આવી ૫રમીટના આધારે વાજબી ભાવના દુકાનદારને નિયત કીંમત વસુલ લઈ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના સ્‍થાનિક ગોડાઉન ખાતેથી અનાજ તેમજ અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો જથ્‍થો ઈસ્‍યુ કરવામાં આવે છે.


મુખ્ય લિંક પર જાઓ